માળીયા નજીક મચ્છુ નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી : હત્યાની શંકા

- text


મોરબી : માળીયા નજીક મચ્છુ નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે.જોકે લાશની ગંભીર હાલત જોતા પોલીસને હત્યા થઈ હોવાની દ્રઢ શંકા છે.આથી માળીયા પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની માળીયા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા નજીક મચ્છુ નદીમાંથી આશરે 40 થી 45 વયની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે.આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને લાશને માળીયા હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર લાશ કોહવાયેલી હોવાથી આ બનાવ ત્રણ દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે અને મૃતક પરપ્રાંતીય હોવાનું તારણ છે.જોકે મૃતકના પેટના ભાગની ગંભીર હાલત જોતા તેની હત્યા થયાની પોલીસને પ્રબળ શંકા છે.મૃતકને કોઈ મારીને લાશને નદીમાં ફેંકી દીધી હોવાની પોલીસને દ્રઢ શંકા છે.આથી માળીયા પોલીસે આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text