મોરબી : ખેડૂતોના પ્રશ્ને હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી

જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ અને માવઠાના નુક્શાનનું વળતર ચુકવવાની માંગ કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠા તથા વાવાઝોડાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.તેથી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી મારફત આવેદનપત્ર પાઠવીને મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠાથી થયેલા નુક્શાનનું વળતર ખેડૂતોને ચુકવવાની માંગ કરી છે અને ખેડૂતોને આ મુદ્દે યોગ્ય ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, મોરબી જિલ્લા સહિત ગુજરાતના ખેડૂતો અતિવૃષ્ટિ, વાવાઝોડા માવઠાનો ભોગ બન્યા છે. એમના ખેતરોમાં ઉભેલા પાકોને પારાવાર નુકશાન પહોંચ્યું છે. મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે. આમ પણ ગુજરાતનો ખેડુત સરકારની ખેડુત-વિરોધી નીતિઓને લીધે એ વધુ કંગાળ બની ગયો છે. ત્યારે આર્થિક પાયમલીમાં ધકેલાય ગયેલા ખેડૂતોને આ કપરી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે અત્યારની પરિસ્થિતીમાં ગુજરાતના ખેડૂતો માટે સરકારે તાત્કાલિક રાહતના પગલાં લેવા અનિવાર્ય છે અને ખેડૂતોને થયેલી નુકશાનીની ભરપાઈ કરવા માતબર રકમનું પેકેજ જાહેર કરી તેનો તાત્કાલિક અમલ કરવા ખેતીથી પાયમાલ થયેલા ખેડૂતોને સ્વ-નિર્ભર બનવા લાંબા ગાળા માટેની વગર વ્યાજની બેન્ક લોન અપાવાની માંગ કરી છે.

તેમજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ફસલ વીમો આપવામાં આવ્યો છે.તેનું પ્રીમિયમ પણ ફરજીયાત રીતે ઉઘરાવી લેવામાં આવે છે.આ વીમાયોજના દ્વારા નુકશાની વેઠનાર તમામ ખેડૂતોને નુકશાનીના વીમાના પુરતા પૈસા તાત્કાલિક મળે એવી વ્યવસ્થા કરવામાં આવે અને સરકાર અને વીમા કંપનીના માલિકો વચ્ચેની સાંઠ-ગાંઠને લીધે ખેડૂતોના ભોગે સરકારમાં બેઠેલા નેતાઓ અને કંપની-માલિકો પોતાની તિજોરી ભરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતું.વધુમાં ઉમેર્યું હતું કે,એવું કહેવાય છે. કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વીમા કંપનીઓના લાભાર્થે ચલાવવામાં આવે છે.આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ખેડુતો અને ખેડૂતોના સમર્થકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628