ખેડૂત સંમેલનને સફળ બનાવવા ગામડાઓના પ્રવાસે કોંગ્રેસના આગેવાનો

માળીયા (મી.) : ગઈકાલે તા. ૧૨/૧૧/૨૦૧૯ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ ઉપક્રમે સરવડના સત્યેશ્વર મંદિર ખાતે માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ આગેવાનોની આગામી તા.૧૪/૧૧/૨૦૧૯ના રોજ ખેડૂત સંમેલનના આયોજન માટે મીટીંગ રાખેલ હતી. જેમાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને બ્રીજેશભાઈ મેરજા તથા જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા અને માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર. કે. પારજીયા એ મોટી બરાર, જશાપર, નાની બરાર, દેવગઢ, જાજાસર, વિશાલનગર, માણાબા, સુલતાનપુર, વિજયનગર, ચીખલી સહિતના ગામોનો પ્રવાસ કરી ખેડુતોની રૂબરૂ મુલાકાત કરી ખેડૂત સંમેલનમા જોડાવા આહવાન કર્યું હતું તેમજ આ પ્રવાસ દરમિયાન અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628