વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ડેન્ગ્યુ નાબુદી અર્થે રાત્રીસભા યોજાઈ

- text


વાંકાનેર : આરોગ્ય શાખા જિલ્લા પંચાયત – મોરબી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કોઠી દ્વારા મેડિકલ ઓફિસર ડો. સહીસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુનો રોગ અટકાવવાના પ્રચાર-પ્રસાર અર્થે વાંકાનેરની ભાટિયા સોસાયટી (ચંદ્રપુર-2) ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કોઠીના મેડિકલ ઓફિસર ડો. સહીસ્તા કડીવાર તથા હેલ્થ વર્કર – કોઠી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કોઠીનાં તમામ હેલ્થ વર્કરો દ્વારા ડેન્ગ્યુ સામે રક્ષણ મેળવવા માટે લોકોએ રાખવી પડતી તકેદારી અંગે પ્રોજેક્ટરના માધ્યમથી ફોટો તથા વિડિઓ દ્વારા ડેન્ગ્યુ મચ્છરના ઉદ્ભવ સ્થાન, મચ્છરનું જીવનચક્ર, મચ્છર કરડવાથી થતા રોગો, ડેન્ગ્યુના ચિન્હો તથા લક્ષણો, સારવાર તથા તકેદારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

- text