મોરબી : ખાદ્યચીજોનો વેપાર કરતા લોકોને ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવા અનુરોધ

- text


મોરબી : મોરબી જીલ્લાના ખાદ્યચીજના તમામ ઉત્પાદકો, પેકર્સ, હોલસેલર્સ,રીટેઈલર્સ, સંગ્રાહકો, ફેરીયાઓ, કોલ્ડસ્ટોરેજ ધારકો, હોટલ, રેસ્ટોરન્ટ, ડીસ્ટ્રીબ્યુટર્સ કે ટ્રાન્સ્પોર્ટર્સ વગેરે જેઓ ખાદ્યચીજના વેપાર સાથે સંકળાયેલ હોય તેઓ તમામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ -2006ના કાયદા હેઠળ ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું ફરજિયાત હોય તે માટે કચેરીનો સંપર્ક કરી તાત્કાલિક ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવા માટેની જરૂરી કાર્યવાહી દિન-૧૫માં પુરી કરવા જણાવવામાં આવે છે. માન્ય લાયસન્સ વગર ખાદ્ય પદાર્થનો વેપાર કરવો તે વિષયોક્ત કાયદા અન્વયે દંડ અને સજાને પાત્ર ગુનો બને છે તેમ કરવામાં કસુર થયેથી ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર વેપાર કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવા ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,મોરબીની યાદીમાં જણાવાયું છે

- text