હળવદના દેવીપૂર ગામનો છાત્ર જીપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


હળવદ : હળવદના દેવીપુર ગામના છાત્ર વિજયકુમાર કાનજીભાઈ દલસાણીયાએ જીપીએસસીની પરીક્ષા ઉત્તીર્ણ કરીને પરિવારનું તેમજ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. વિજયકુમાર દલસાણીયાએ તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ એન્જીનીયર ( સિવિલ) કલાસ -2 રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની પરીક્ષામાં પાસ કરી પોતાના નાના એવા દેવીપુર ગામનું નામ રોશન કર્યું છે. હાલ તેઓ પર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.

- text