‘મહા’ વાવાઝોડાને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રહેશે

- text


જિલ્લા કલેકટરે હળવદ ખાતે ઉપસ્થિત રહી પરિસ્થિતિની સમીક્ષા કરી

હળવદ : આવતીકાલે મધરાત્રે મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનુ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ બંધ રહેનાર હોય ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ પણ તારીખ ૬ અને ૭ એમ બે દિવસ બંધ રહેવાનું હોવાનું યાર્ડના ચેરમેન દ્વારા જણાવાયું છે.

- text

‘મહા’ વાવાઝોડાને પગલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વાવાઝોડાને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ તારીખ ૬ અને ૭ના રોજ બંધ રહેનાર હોય, જેની દરેક માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા ખેડૂતોએ નોંધ લેવા એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલએ જણાવ્યું છે.

સાથે જ ‘મહા’ વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર જે. બી. પટેલ હળવદ ખાતે આવ્યા હતા અને વાવાઝોડાને લઈ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ‘મહા’ વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાતી મગફળીની ખરીદી તારીખ ૧૫ સુધી મોકૂફ રાખી હોવાથી કલેકટર દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કેન્દ્રની મુલાકાત લઇ મગફળીના સ્ટોરેજ માટે લખાયેલા ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી. આ વેળાએ હળવદ મામલતદાર વી. કે સોલંકી તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

- text