મોરબી જિલ્લાના 70 વર્ષના પેન્સનરોનું સન્માન કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્સનર સમાજની સામાન્ય સભા આગામી જાન્યુઆરી -2020મા યોજાનાર છે. જેમાં પેન્શનર સમાજના જે આજીવન સભ્યોએ તા. 31/12/2019 પૂર્વે 70 વર્ષ પુરા કર્યા હોય તેઓનું સન્માન કરવામાં આવનાર છે. આ માટેના ફોર્મ તા.2/12/2019થી તા. 16/12/2019 સુધીમાં મોરબી જિલ્લા પેન્શનર સમાજની કચેરીમાંથી મેળવી તા. 16/12/2019 સુધીમાં જમા કરાવવાના રહેશે. ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મ તારીખનો આધાર, પીપીઓ બુકની પહેલા પેજની નકલ રજુ કરવાની રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text