નવલખી પોર્ટ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયો : મહા વાવાઝોડાની સમગ્ર હિલચાલ પર બાજ નજર

- text


મોરબી : મહા વાવાઝોડાની અગાહીને પગલે મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર છે જોકે હજુ સમગ્ર જિલ્લામાં નોર્મલ સ્થિતિ છે. પણ આ જો વાવાઝોડાની અસર થાય તો તેને પહોંચી શકાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.જેમાં નવલખી પોર્ટ પર 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. અને મહા વાવાઝોડાની હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી છે.

- text

મોરબી જિલ્લાના એક માત્ર નવલખી બંદર પર દરિયા કિનારે વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની સંભાવના હોય છે ત્યારે મહા વાવાઝોડાની અગાહીના પગલે નવલખી બંદર પર બે દિવસ પહેલા જ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે આજે મહા વાવાઝોડાની અગાહીને પગલે નવલખી બંદરે 24 કલાકનો કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને નવલખી બંદરે દરિયામાં મહા વાવાઝોડાના સંભવિત કરન્ટ સહિતની સમગ્ર પરિસ્થિતિનું મોનીટરીગ કરવામાં આવી રહ્યું છે.આ અંગે પોર્ટના અધિકારી નીરજ હિરવાણીએ જણાવ્યું હતું કે હજુ નવલખી બંદરે નોર્મલ સ્થિતિ છે.પોરબંદરથી મહા વાવાઝોડું 700 કિમિ દૂર છે. ત્યારે નવલખી બંદરે તમામ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જો કે નવલખી પોર્ટ પર હજુ રાબેતા મુજબ રૂટિન કામકાજ ચાલુ છે.ઉપરથી સૂચના આવ્યા બાદ એ કામ બંધ કરાશે.

- text