મોરબી : એસટી બસના ડ્રાઇવરે મુસાફરનો કિંમતી સામાન ભરેલો થેલો પરત કર્યો

- text


મોરબી : મોરબીના એસટી બસ સ્ટેશન ખાતે ડ્રાઈવરને કિંમતી સામાન ભરેલો થેલો બસમાંથી મળી આવ્યા બાદ તેને ઈમાનદારીથી આ થેલો મૂળ માલિકને પરત કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

રાજકોટ – માંડવી રૂટની બસમાં ડ્રાઇવર કમ કંડકટર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ ત્રિવેદીને બસમાંથી એક થેલો મળી આવ્યો હતો. જેમાં સોનાની વીટી, અગત્યના ડોક્યુમેન્ટ તેમજ કપડા હોય તેઓએ આ થેલો મુસાફરને પરત કરી સૌ કોઈને પ્રેરણા પુરી પાડી છે. મુસાફરને થેલો પરત આપતી વેળાએ ઉપસ્થિત એસટી ડેપો મેનેજર દિલીપભાઈએ પણ એસટીના કર્મચારી અશ્વિનભાઈ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા.

- text