મોરબીમાં રિક્ષાચાલકે યુવતીને બળજબરીથી રિક્ષામાં બેસાડી નિર્લજ્જ હુમલો કર્યો

યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લીધો

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રીક્ષાચાલકે એક યુવતીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડીને નિર્લજ્જ હુમલો કરી ઢીકાપાટુંનો માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર રહેતી અને ખાનગી નોકરી કરતી યુવતીએ નુરશા ઇસ્માલશા સેખ રહે ગામ અંજાર,કચ્છ પૂર્વ ગાંધીધામવાળા સામે નિર્લજ્જ હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ ,તા ૦૨/૧૧/૧૯ ના રોજ નવલખી રોડ પરશુરામ મંદિરની બાજુમાં આરોપી પોતાના હવાલા વાળી રીક્ષા નંબર જી જે ૩૬ યુ ૫૩૯૩માં બેસાડી ફરીયાદી યુવતીનું બાવડું પકડીને નિર્લજ્જ હુમલી કર્યો હતો તેમજ યુવતીને આરોપીએ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી.આ બનાવની યુવતીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ તેની સામે ગુન્હો આઇ પી સી કલમ ૩૫૪,૩૨૩ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ બનાવની વધુ તપાસ એન એ શુકલ પો સબ ઇન્સ મોરબી સીટી બી ડીવી પોસ્ટે ચલાવી રહ્યા છે.