મહા વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાના દરિયાકિનારે જવા પર 9મી સુધી પ્રતિબંધ

- text


સલામતીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

મોરબી : તાજેતરમાં અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું ઉત્પન્ન થયેલ હોય, જે ટુંક સમયમાં દરિયા કિનારા સુધી પહોંચી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.આ સાયકલોન દરમ્યાન જાન-માલને હાની ન પહોંચે તે સારૂ તકેદારીના તમામ પગલા આવશ્યક છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કિનારા તથા તટીય વિસ્તાર તેમજ તમામ ચોપાટી જેવા વિસ્તારમા તા.૦૯/૧૧/૨૦૧૯ સુધી કોઇપણ વ્યકતિએ જવા-આવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જે.બી.પટેલ,જિલ્લા મેજીસ્ટ્રેટ,મોરબી જિલ્લા,મોરબી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તળે મળેલ સત્તાની રૂએ ફરમાવલ છે.

- text

આ હુકમનો ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ અન્વયે સજા થઇ શકે છે.જયારે આ હુકમ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવી પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ૪૫-અધિનિયમની કલમ-૧૮૮ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

- text