ડેન્ગ્યુની મહામારી સામે સાવચેતીના પગલાં અંગે રાત્રી સભાનું આયોજન થયું

- text


મોરબી : પાછલા મહિનાઓથી વરસાદી વાતાવરણ અને માવઠાને કારણે ભરાયેલા રહેતા પાણીથી રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ માજા મૂકી છે ત્યારે મોરબીમાં આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં રાત્રી સભાનું આયોજન કરી ડેન્ગ્યુ ના પ્રસરે એ માટે તેમજ ડેંગ્યુની બીમારીમાં રાખવી પડતી સાવચેતી અર્થે જાગરૂકતા માટે સામા કાંઠે આવેલી શ્રીમદ સોસાયટીમાં એક રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી શ્રીમદ સોસાયટીમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ડેંગ્યુની મહામારીથી સાવચેતી અને બચવાના ઉપાય અંગે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે આયોજિત થયેલી આ રાત્રી સભામાં પ્રોજેક્ટરના માધ્યમથી ફોટો તેમજ વિડિઓ દ્વારા લોકોને નિર્દેશન આપવામાં આવ્યું હતું. જેમાં ડેંગ્યુના મચ્છરો ક્યાં ક્યાં ઉતપન્ન થાય છે, મચ્છરનું જીવન ચક્ર, ક્યાં પ્રકારના મચ્છર ક્યાં સમયે કરડવાથી ડેંગ્યુ થાય છે, ડેંગ્યુ થયેલી વ્યક્તિના બાહ્ય આંતરિક લક્ષણો અને તેની પ્રાથમિક અને વધુ સારવાર જેવી બાબતો અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડેંગ્યુનો ફેલાવો જ ન થાય એ માટે રાખવી પડતી તકેદારી અંગે લોકોને વધુ જાણકારી આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમ આરોગ્ય શાખાના જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. સી.એલ.વારેવડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં સોસાયટીના પ્રમુખ સવજીભાઈ અઘારા, સોસાયટીના આગેવાનો સહિત સોસાયટીના તમામ રહેવાસીઓએ ઉપસ્થિત રહી ડેંગ્યુના અતિક્રમણ સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

- text