IESની પરીક્ષામા ગુજરાતમાંથી એક માત્ર માળિયાનો દ્વિપ સબાપરા ઉત્તીર્ણ

- text


0.05 ટકા પરિણામ વચ્ચે દ્વિપે ઉત્તીર્ણ થઈને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું

માળીયા (મી.) : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામના વતની આમરણ ખાતે પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. એમ. ડી. સબાપરાના પુત્ર દ્વીપ મનીષભાઈ સબાપરાએ UPSC દ્વારા લેવાતી IES પરીક્ષા પાસ કરી છે. તેઓ સમગ્ર ભારતમાં ગુજરાતમાંથી એક માત્ર વિદ્યાર્થી તરીકે 9માં ક્રમાંકે પાસ થયેલ છે. આ પરીક્ષાનું 0.05% પરિણામ આવેલ, તેમાંથી દ્વીપે ઝગમગતી સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જે બદલ તેઓને પરિવારજનો તથા મિત્રો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- text