હળવદના ચરાડવા ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથામા રવિવારે મુખ્યમંત્રી આપશે હાજરી

- text


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત પૂર્વે વહિવટી તંત્ર દ્વારા બેઠક યોજી વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા કરાઇ

હળવદ : મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ ખાતે દયાનંદગીરી મહારાજ અને અમરગીરીબાપુના સાનિધ્યમાં આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 3 નવેમ્બરને રવિવારે હાજરી આપવાના છે. જેને લઈને તંત્ર દ્વારા હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાતને લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે જિલ્લા કલેક્ટર કોન્ફરન્સ હોલ મધ્યે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા તેમજ નિવાસી અધિક કલેક્ટર કેતન જોષીની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીની મુલાકાતને લઇને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં હેલીપેડની નિર્માણ, રસ્તા, સફાઇ, સ્ટેજ વ્યવસ્થા, પીવાના પાણી, પ્રોટોકોલ મુજબ બેઠકની વ્યવસ્થા સહિતના વિષયો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે પાર્કિંગ તેમજ ટ્રાફિક અંગે પણ ચર્ચા કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વીજ પૂરવઠો જળવાઇ રહે તે માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને સુચના અપાઇ હતી. સ્થળ પર ફાયર ફાઇટર તેમજ મોબાઇલ ટોઇલેટની વ્યવસ્થા અંગે ચીફ ઓફિસર, ચરાડવા ગામ હેલીપેડથી કાર્યક્રમના સ્થળ સુધી સાફ-સફાઇ અંગે તાલુકા વિકાસ અધિકારીને સુચના અપાઇ હતી.

- text

આ બેઠકમાં હળવદ પ્રાંત અધિકારી ગંગા સિંગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, ડી.વાય.એસ.પી. એમ.આઇ. પઠાણ, મોરબી સી.પી.આઇ. આઇ.એમ. કારડીયા, સી.ડી.એચ.ઓ. ડૉ. ડી.વી. બાવરવા, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. કે. આર. સરડવા, હળવદ મામલતદાર વી.કે. સોલંકી, હળવદ તાલુકા વિકાસ અધિકારી એ.જે. રાવલ, પી.જી.વી.સી.એલ.ના ડી.એમ. ભાલાણી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, મોરબી બી. ડિવિઝન પી.આઇ. પી.બી. ગઢવી, હળવદ પી.એસ.આઇ. પી.જી. પનારા, એસ.ઓ.જી. પી.આઇ. જે.એમ. આલ, ચીફ ઓફિસર એસ.આર. રાડીયા સહિતના અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text