મોરબીમાંથી 11 હજારની રોકડ સાથે 5 શખ્સો જુગાર રમતા પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા 11 હજારથી વધુ રોકડ રકમ સાથે 5 શખ્સો જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી સીટી એ ડિવઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાને વાવડી રોડ, ગાયત્રી નગર, શેરી નં. 2માં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક શખ્સો જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા હોવાની મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા તે વિસ્તારમાંથી 5 શખ્સો રોકડ રૂ. 11,640ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોરબીમાં રહેતા આરોપીઓ કરશન રાણેવાડિયા (ઉ. વ. 54, રહે. ગાયત્રી નગર), પ્રવીણ મહેતા (ઉ. વ. 62, રહે. ગ્રીન ચોક), ભરત ગોસાઈ (ઉ. વ. 44, રહે. ગાયત્રી નગર), ઘનશ્યામ ગોહિલ (ઉ. વ. 50, રહે. ગાયત્રી નગર) તથા કનૈયાલાલ પંડ્યા (ઉ. વ. 78, રહે. ગાયત્રી નગર) સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌધરી, એ.એસ.આઈ. એમ. આર. ગામેતી, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા સહિતની પોલીસ ટીમ જોડાયેલી હતી.

- text