હળવદ : ભેંસ આડી ઉતરતા પુત્રની નજર સામે માતાનું મોત

- text


ધાંગધ્રા આર્મી સ્કૂલ માં ફરજ બજાવતા શિક્ષિકા ચરાડવા નજીક મહાકાળી આશ્રમ માં ચાલી રહેલ કથાનું શ્રવણ કરી પરત ફરી રહી હતા ત્યારે સર્જાયો અકસ્માત

હળવદ: આજે મોડી સાંજના હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે ધાંગધ્રા આર્મી સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકા અને તેના પુત્રને રસ્તા પર ભેંસ આડી ઉતરતા અકસ્માત નડયો હતો જેમાં સારવાર મળે તે પૂર્વે જ શિક્ષિકાનું કરૂણ મોત નિપજયું હતું જ્યારે બાર વર્ષના પુત્રને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો

હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે શિવપુરાણ કથાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે મહિલા શિક્ષિકા અને તેનો પુત્ર કથાનું શ્રવણ કરી પરત ધાંગધ્રા જઈ રહ્યા હતા ત્યારે કડીયાણા ગામ પાસે રોડ પર ભેંસ આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા ખાતે રહેતા અને ધાંગધ્રા આર્મી સ્કૂલ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિપાલી બેન પ્રફુલ ભાઈ રાવલ ઉંમર વર્ષ ૪૪ અને તેમનો પુત્ર જન્મજય ઉંમર વર્ષ ૧૨ બંને માતા-પુત્ર ચડવા નજીક મહાકાળી આશ્રમમાં શિવ પુરાણ કથા માં કથાનું શ્રવણ કરી એકટીવા બાઈક પર પરત ધાંગધ્રા જઈ રહ્યા હતા ત્યારે કડીયાણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ પર એકાએક ભેંસ આડી ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો

- text

આ અકસ્માતમાં માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જ્યારે પુત્ર ને સામાન્ય ઈજાઓ થવા પામી હતી જેથી કડીયાણા ગામ ના સામાજિક કાર્યકર વિશાલ ભાઈ ત્રિવેદી ઘટનાસ્થળે દોડી આવી ૧૦૮ની મદદથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પૂર્વે જ દિપાલીબેન નું મોત નીપજ્યું હતું જેથી હાલ તેઓના પરિવારજનોને જાણ કરી લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા ખાતે રહેતા દિપાલીબેન ના પતિ નું આઠેક વર્ષ પહેલા મોત નીપજ્યું હતું ત્યારે માતા-પુત્ર પોતાનું જીવન ગુજારી રહ્યા હતા તેવા સમયે દિપાલીબેન નુ પણ અકસ્માતમાં મોત નિપજતા બાર વર્ષના પુત્ર જન્મજયએ હાલ તો માતા અને પિતાની બંનેની છત્ર છાયા ગુમાવી દીધી છે સાથે માતાના મોતની જાણ પુત્ર ને થતા પુત્રના આક્રંદ ને જોઈ સૌ કોઈની આંખો ના ખૂણા ભીના થઇ ગયા હતા.

- text