માળીયા મી.ના નવાગામે જુગાર રમતા છ ઝડપાયા

- text


માળીયા (મી.) : તાલુકાના નવાગામ (ધરમનગર) ખાતે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ લોકોને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માલિયાના નવાગામ (ધરમનગર) ખાતે દિપક ઉર્ફે બળદેવ પ્રેમજીભાઈ બાવરવા નામનો શખ્સ પોતાના રહેણાંકમાં બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે માળીયા મી.પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. જે.પી. વસીયાણી સહિતના સ્ટાફે રેડ કરતા દિપક ઉર્ફે બળદેવ પ્રેમજીભાઈ બાવરવા, ભાવેશ વિરજીભાઈ ધૂમલીયા, દિપક દેવજીભાઈ ધૂમલીયા, નવીન ચતુરભાઈ ધૂમલીયા, દેવાયત જેસંગભાઈ મંઢ અને રવજી ધરમશીભાઈ ધૂમલીયા જુગાર રમતા મળી આવ્યા હતા. તીનપત્તિનો જુગાર રમતા તમામ આરોપીઓની રૂપિયા 60500 રોકડ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text