મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ વિદ્યાલયનો દ્વિદશાબ્દિ મહોત્સવ ઉજવાયો

નવયુગ વિધાલયને 20 વર્ષ પુરા થતા સંસ્થાના ઉચ્ચ હોદા પર બિરાજમાન 29 ભૂતપૂર્વ વિધાર્થીઓ અને હાલના 17 તેજસ્વી છાત્રો અને 16 શિક્ષકો અને 300 ભૂતપૂર્વ સ્ટાફનું અદકેરું સન્માન કરાયું : વિવિધ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે શિરમોર રહેલા નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ વિધાલયની સ્થાપનાને 20 વર્ષ પુરા થતા ન ભૂતો ન ભવિષ્યતિ તેવા દ્વિદશાબ્દિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ સંસ્થામાંથી ભણી ગણીને સમાજમાં મોભાદાર સ્થાન પર રહેલા 29 જેટલા ભૂતપૂર્વ વિધાર્થીઓ તથા હાલના 17 બેસ્ટ સ્ટુડન્ટસ અને 16 કર્મનિષ્ઠ શિક્ષકો તથા 300 જેટલા ભૂતપૂર્વ સ્ટાફનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રેના મહાનુભવો તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે સદાય અગ્રેસર રહેતા જાણીતા શૈક્ષણિક સંકુલ નવયુગ વિધાલયની સ્થાપના વર્ષ 1999માં થઈ હતી.માત્ર છ વર્ગખંડો સાથે શરૂ થયેલી આ નવયુગ વિધાલયમાં ટૂંકાગાળામાં ઉત્તમ પ્રકારનું ધિક્ષણ પ્રદાન કરીને શિક્ષણ ક્ષેત્રે ભારે નામના મેળવી છે.હાલ આ નવયુગ શૈક્ષણિક સંકુલ વટવૃક્ષ બની ગયું છે.જેમાં નવયુગ વિધાલય, નવયુગ શૈક્ષણિક સંકુલ, નવયુગ કેરિયર એકેડમીમાં આજે10 ડિગ્રીલક્ષી, 15 કારકિર્દીલક્ષી મળીને કુલ 25 જેટલા વિવિધ અભ્યાસ ક્રમો ચાલે છે.જેમાં પા પા પગળીથી માંડીને પગભર થવા સુધીનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે.આ સંસ્થામાં આપતા ભાર વગરના શિક્ષણને કારણે દરવર્ષે બોર્ડ અને યુનિ.ની પરીક્ષામાં આ સંસ્થાના વિધાર્થીઓ ટોપર રહીને નવયુગ શૈક્ષણિક સંકુલની સાથે સમગ્ર મોરબીનું ગૌરવ વધારે છે.આ સંસ્થામાં 15 હજાર જેટલા વિધાર્થીઓ ભણી ગણીને આગળ વધી સમાજમાં મોભાદાર સ્થાન પર રહીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે.જેમાં આ સંસ્થાના ભણી ગણીને 30 જેટલા ભૂતપૂર્વ વિધાર્થીઓ એમડી ડોકટર બન્યા છે અને બીજા ભૂતપૂર્વ વિધાર્થીઓ કલાસ વન-ટું ઓફિસર તથા વિવિધ ઉંચા હોદા પર બિરાજમાન છે.જ્યારે આ સંસ્થામાં શિક્ષણનું પ્રદાન આપીને સારું જ્ઞાન મેળવનાર 800 જેટલા શિક્ષકો પણ સારી પોસ્ટ ઉપર છે.ત્યારે નવયુગ વિદ્યાલયની સ્થાપનાને 20 વર્ષ પુરા થતા ન ભૂતો ન ભવિષ્યતિ તેવા દ્વિદશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાજીયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને અમારી સંસ્થામાં જે વિધારતીઓ ભણી ગણીને આગળ વધ્યા છે અને જે શિક્ષકો અન્ય જગ્યાએ સારી પોસ્ટ ઉપર છે તેમનો મેળવડો થાય અને ભૂતપૂર્વ વિધાર્થીઓમાંથી હાલના વિધાર્થીઓ પ્રેરણા મેળવીને તેમના જેવી જ સફળતાની કેડી કંડારી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવયુગ વિદ્યાલયના ઉચ્ચ હોદા પર બિરાજમાન 29 જેટલા ભૂતપૂર્વ વિધાર્થીઓ, 16 શિક્ષકો અને હાલના 17 બેસ્ટ સ્ટુડન્ટ્સ અને 300 જેટલા ભૂતપૂર્વ સ્ટાફનું આદરભેર સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં યુવા પેઢી માટે આદર્શ ગણાતા લેખક અને જાણીતા વક્તા જય વસાવડાનું વક્તવ્ય યોજાયું હતું.અને તેમના હસ્તે આ સન્માન સમારોહ યોજાયો હતો.તેમજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતું સુંદર મજાનું પ્રદશન યોજાયું હતું. રાસ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ તકે મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસથના પ્રમુખ પી.ડી.કાજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર નવયુગ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.