વિધાનસભાની પેટા ચૂંટણીમાં 3 બેઠકો પર કોંગ્રેસની જીતની મોરબી કોંગ્રેસે ઉજવણી કરી

- text


મોરબી : ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટા ચુંટણીનું પરિણામ જાહેર થતા કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપમાં ગયેલા અલ્પ્શ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહીત ત્રણ ભાજપના ઉમેદવારોને હરાવીને કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ જીતની ઉજવણી કરવા ગુજરાતના જુદાજુદા જીલ્લા અને તાલુકાઓમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યા છે, ત્યારે મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં આજે કોંગ્રેસે આતિશબાજી કરીને વિજયોત્સવ મનાવ્યો હતો. આ તકે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઈ કાવર તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડ્સુબીયા, કે.ડી.બાવરવા, પુષ્પરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ મોરબી જીલ્લા NSUI) સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસની જીતને વધાવી હતી.

- text