જેતપર ગામમાં વાલીઓ ખાનગી શાળાઓને બદલે આંગણવાડી તરફ વળ્યા

- text


મોરબી : જેતપર ગામમાં આંગણવાડીના કર્મચારીઓ તથા ગામના યુવાનોના પ્રયત્નોથી વાલીઓ ખાનગી શાળાના બદલે આંગણવાડી તરફ પરત વળ્યાં હતા.

વાલીઓને આંગણવાડી માટે આકર્ષિત કરવા માટે આંગણવાડીના ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચેતનાબેન અઘારા તથા રીનાબેન અમૃતિયાને આંગણવાડીમાં બાળકોને ખાનગી શાળા જેવું શિક્ષણ આપવા માટે નીમવામાં આવ્યા છે. બંને બહેનોનો પગાર ગામમાંથી ફાળો ઉઘરાવીને રૂ. 2500 ચુકવવામાં આવે છે. આ બંને બહેનોએ ખાનગી શાળા કરતા સારી પ્રવૃત્તિ આંગણવાડીમાં કરાવીને વાલીઓને આંગણવાડીમાં બાળકને ફરી પ્રેવેશ કરાવવા માટે પ્રેર્યાં હતા.

- text

આંગણવાડીમાં દિવાળી નિમિત્તે વાલીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનાબહેને બાળઉછેર વિષે સચોટ માહિતી આપી હતી. તેમજ વાલીઓનો બાળકને આંગણવાડીમાં પ્રવેશ કરાવવા માટે આભાર માન્યો હતો તેમજ અન્ય વાલીઓને પણ બાળકનો પ્રવેશ આંગણવાડીમાં જ કરાવે તે માટે અપીલ કરવામાં આવી હતી.

- text