પૂજા-પાઠ, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન સહિતના દિવાળી પર્વના શુભ મહુર્તની જાણો સંપૂર્ણ વિગતો

- text


કારતક સુદ એકમનો ક્ષય હોવાથી પડવાને દિવસે કોઈ શુભ મહુર્ત નથી

મોરબી : હિન્દુ ધર્મ અનુસાર દિવાળીનો તહેવાર મુખ્ય અને મહત્વનું પર્વ ગણાય છે. મોરબીના યુવા શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ દિપાવલીના વિવિધ શુભ મુર્હતો વિશે વિસ્તારથી જાણકારી આપી છે.

૨૧મી સદી કોમ્યુટર યુગ ગણાય છે, આમ છતાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ ખાસ કરીને દિવાળીના તહેવારો પર હજુ જળવાઈ રહી છે. હિન્દૂ ધર્મ પ્રમાણે આસો મહિનાના અંતિમ દિવસ દિવાળીના બીજા દિવસથી નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે વીતેલા વર્ષના અંતિમ દિવસો ભારે હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે. એકાદશીથી લઈને લાભ પાંચમ સુધીના ૧૦ દિવસો દરમ્યાન વિવિધ ધાર્મિક વિધિ, અનુષ્ઠાન અને પૂજા પાઠ કરવામાં આવે છે, ત્યારે શાસ્ત્રકોત્ર રીતે પણ આ દિવસોનું વિશેષ મહાત્તમ રહેલું છે. શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવેએ આ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે જે અનુસાર..

નવા વર્ષના ચોપડા લાવવાના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે.
આસો વદ -આઠમને સોમવાર તારીખ 21/10/2019
સમય -બપોરે 01:51થી 07:43 સુધી શુભ છે.
આસો વદ -નવમીને મંગળવાર (પુષ્ય નક્ષત્ર )તારીખ 22/10/2019
સમય -સવારે 09:33થી 01:50 સાંજે 03:16થી 16:42 સુધી નવા વર્ષના વેપાર-વાણિજ્યનાં ચોપડા ખરીદવાના શ્રેષ્ટ મહુર્ત છે.

ધન તેરસના દિવસે ધનપૂજા, કુબેરપૂજા શ્રી યંત્રપૂજા, ચોપડા લાવવા, ધન્વંતરિ પૂજાના શ્રેષ્ટ મહુર્ત આ પ્રમાણે છે.
આસો વદ – તેરસ શુક્રવાર તારીખ 25/10/2019
સવારે 06:42થી 10:49, બપોરે 12:24થી 13:49,
સાંજે 04:40થી 06:06, રાત્રે 09:05થી 10:50
સુધી ધન પૂજા કરવી તથા ચોપડા લાવવા શુભ સમય છે. આ દિવસે ભગવાન કુબેર અને ધન્વંતરિ તથા મહા લક્ષ્મીની પૂજા, યજ્ઞ તથા શ્રી સૂક્તના પાઠ, કનક ધારા સ્તોત્રના પાઠ કરવા અને કમલ કાકડીથી યજ્ઞ કરવાથી જીવનમાં આવતી આધિ વ્યાધિ દરિદ્વતા નુકસાન દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ અને લાભની પ્રાપ્તિ થાય છે.

કાળી ચૌદસ, કાલી પૂજા, મશીનરી-યંત્ર પૂજા કરવા માટે આસો વદ 13ને શનિવાર તારીખ 26/10/2019ના દિવસે અને રાત્રે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાળી, દશ મહા વિદ્યાની આરાધના અને તાંત્રિક કાર્ય માટે ઉત્તમ છે. આ દિવસે મશીનોની મહાપૂજા કરવી. જેનો સમય સવારે 08:08થી 09:33, બપોરે 12:24થી 04:40, સાંજે 06:05થી 07:40 અને રાત્રે 09:15થી 01:59 સુધી ઉત્તમ મહુર્ત છે.

- text

દિપાવલીના દિવસે શારદા પૂજન,લક્ષ્મી પૂજન ચોપડા પૂજન કરવું. આસો વદ અમાસને રવિવાર તારીખ 27/10/2019ના ચિત્રા /સ્વાતિ નક્ષત્ર છે. જેમાં દિવસે અને રાત્રે ચોપડા પૂજન તથા ગાદી સ્થાપનાના શુભ સમય નીચે મુજબ છે.
ચોઘડિયા પ્રમાણે શુભ સમય સવારે 08:13થી 12:28 ચલ, લાભ, અમૃત ચોઘડિયું,
બપોરે 01:53થી 03:17 શુભ ચોઘડિયું,
સાંજે 06:07થી 10:53 શુભ, અમૃત, ચલ ચોઘડિયું, મોડી રાત્રે 02:03થી 03:38 લાભ ચોઘડિયું છે, જે શુભ છે.

હોરા પ્રમાણે શુભ સમય
સવારે 07:45થી 10:35 શુક્ર, બુધ, ચંદ્રની હોરા 11:31થી 12:28 ગુરુની હોરા, બપોરે 02:21થી 05:11 શુક્ર, બુધ, ચંદ્રની હોરા
સાંજે 06:07થી 07:11 ગુરુની હોરા, રાત્રે 09:18થી 12:28 શુક્ર, બુધ, ચંદ્ર ની હોરા,
મોડી રાત્રે 01:32થી 02:35 ગુરુની હોરા રહેશે.

લગ્ન અનુસાર શુભ સમય સવારે 08:23થી 10:40 વૃશ્ચિક લગ્ન, બપોરે 02:27થી 03:58 કુંભ લગ્ન, સાંજે 07:03થી 09:00 વૃષભ લગ્ન, રાત્રે 01:31થી 02:46 સિંહ લગ્ન છે. આ દિવસે અને રાત્રે આ ચોઘડિયા પ્રમાણે ચોપડા પૂજન કરવા શ્રેષ્ઠ છે.

બેસતું વર્ષ સં. 2076માં પેઢી ખોલવાના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે.
(કારતક સુદ એકમને સોમવાર તારીખ 28/10/2019
તિથિ ક્ષય હોવાથી આ દિવસે કોઈ મુહૂર્ત શ્રેષ્ઠ નથી. કારતક સુદ 03ને બુધવાર તારીખ 30/10/2019 અનુરાધા નક્ષત્ર,અમૃત સિદ્ધિ યોગ, રાજ યોગ હોવાથી શ્રેષ્ટ દિવસ છે.
આ દિવસે શુભ સમય 06:45થી 09:34 અને 10:49થી 12:24 સુધી છે.
કારતક સુદ પાંચમને શુક્રવાર (લાભ પાંચમ)ના દિવસે તારીખ 01/11/2019ના સવારે 06:46થી 10:49,
બપોરે 12:23થી 13/48 સુધી પેઢી ખોલવી શ્રેષ્ઠ છે.

 


 

- text