વાંકાનેર : આણંદપર ગામે સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ સરણીયા સમાજનું સંમેલન યોજાયું

- text


વાંકાનેર : ગત તા. 15 ઓક્ટોબરના રોજ વાંકાનેર તાલુકાના આણંદપર ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) સંસ્થા દ્વારા વિચરતી જાતિના સરણીયા સમુદાયનું સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દરેક ગામમાંથી સરણીયા સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ સંમેલનનો મૂળ હેતુ એ હતો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ સમુદાય અમાનવીય જીવન જીવી રહ્યા છે તેમજ દરેક લાભોથી વંચિત છે. તેમની પાસે ભારતીય નાગરિક હોવાના પૂરતા કોઇ આધાર પુરાવા પણ નથી. જેથી, સરકારની ચાલતી જુદી જુદી યોજનાઓમાંથી એક પણ યોજનાનો લાભ મળતો નથી. આ લોકોને રહેવા માટે મકાન પણ નથી. તેઓ જુદી જુદી જગ્યાએ છૂટા-છવાયા છવાયા ઝુંપડા બાંધીને વસવાટ કરે છે. આવી ઘણી બધી બાબતની રજૂઆત સાથે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાની મદદ મેળવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

વિવિધ ગામોમાં વસતા સરણીયા સમાજના લોકોને સરકારી આધાર પુરાવાના ડોક્યુમેન્ટ મેળવવા માટે આ સંસ્થા નિમિત બની છે. તેમજ હજુ બાકી રહી ગયેલા લોકોને સરકારી ખુબ જરુરી ડોક્યુમેન્ટ મળી રહે તેમજ સરણીયા સમાજમાં એકતા અને સંગઠન થાય, સમાજમાં જાગૃતિ આવે તે માટેના માર્ગદર્શન માટે આ સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે VSSM સંસ્થાના મુખ્ય સચિવ મિતલબેન પટેલ તેમજ આણંદપર ગામના સરપંચ અને ઉપસરપંચ હાજર રહ્યા હતા. આ સંમેલનને સફળ બનાવવા માટે VSSMના કાર્યકર કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text