મોરબીની એલ.ઇ. કોલેજના છાત્રો હોસ્ટેલના નકામા ગાદલાં નવા બનાવી ગરીબોને આપશે

- text


એલ.ઇ. કોલેજના વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ બાળકોને શિક્ષણ આપવાની સાથે જરૂરિયાતમંદોને સુવા માટે સારા ગાદલાં આપશે

મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા અનેક લોકો પડ્યા છે જે પોતાના કરતા બીજાની વધુ દરકાર કરતા હોય છે. બીજાની દરકાર કરવી એ એમના જીવનનો મુખ્ય લક્ષ્ય બની જાય છે. આવું જ એક ગ્રુપ મોરબીમાં ગરીબોની ઉમદા ભાવથી ખેવના કરે છે. જેમાં મોરબીના એલ.ઇ. કોલેજના વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ વિધાર્થીઓને હોંશેહોંશે શિક્ષણ આપે છે. એટલું જ નહીં તેમની હોસ્ટેલમાં રહેલા નકામા ગાદલાંમાંથી ગરીબ લોકો માટે સારા ગાદલાં બનાવ્યા છે. અને ગરીબ લોકોને આ નવા ગાદલાની દિવાળી ભેટ રૂપે આપશે.

મોરબીના એલ.ઇ. કોલેજમાં ભણતા વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ બાળકોમાં શિક્ષણનું સિંચન કરે છે. આ ટિમ વિઝન ગ્રુપના સભ્યો છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય અને પછાત, આદિવાસી, વાડી વિસ્તારોમાં રહેતા અને શિક્ષણથી જોજનો દૂર રહેતા ગરબી બાળકોને નિયમિત ભણાવે છે. જો કે એલ.ઇ. કોલેજના છાત્રોને ઇજનેરી શિક્ષણની સાથે ગરીબ બાળકોને ભણાવવા એ સરળ કામ નથી. આમ છતાં ફુરસદના સમયે તેઓ ગરીબ બાળકોને શિક્ષણનું પ્રદાન કરે છે. ત્યારે આ ટિમ વિઝન ગ્રુપના વિધાર્થીઓને એવો સદ વિચાર આવ્યો કે એલ.ઇ. કોલેજની હોસ્ટેલોમાં નકામા બનેલા ગાદલાં ઘણા બધા પડ્યા છે. જો આ નકામા ગાદલાંમાંથી રૂ કાઢીને નવા બનાવીને જરૂરિયાત મંદોને આપીએ તો એમને સુવા માટે સારી વ્યવસ્થા થઈ શકે એમ છે.

આ વિચાર અવતાની સાથે ટિમ વિઝન ગ્રુપના વિધાર્થીઓ હોટેલના નકામા ગાદલાં ભેગા કરીને એમાંથી રૂ કાઢીને નવેસરથી ગાદલાં બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ વિધાર્થીઓએ એલ.ઇ. કોલેજની જુદી જુદી હોસ્ટેલમાં નકામા ગાદલાંની શોધખોળ કરીને એક જગ્યાએ એકઠા કર્યા હતા. જેમાં 65 જેટલા નકામા ગાદલાં ભેગા કરીને તેમાંથી રૂ કાઢીને 30 જેટલા નવા ગાદલાં બનાવ્યા છે અને હજુ ગાદલાં બનાવનું કામ ચાલુ છે. બધા ગાદલાં નવા તૈયાર થઈ જાય એટલે ગરીબ લોકોને જરૂરિયાત મુજબ આપી દેવામાં આવશે.

- text

 


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text