સમયસર સારવારથી ડેન્ગ્યુ અટકાવી શકાય છે, ગભરાવવાની જરૂર નથી : ડો. સનારીયા

હાલ ડેન્ગ્યુના ભરડામાં લોકોએ કઈ રીતે તકેદારી રાખવી તે અંગે સોનેરી સૂચન આપતા જાણીતા તબીબ

મોરબી : પ્રવર્તમાન સમયમા વિવિધ વાઈરસ પ્રેરિત રોગનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે સૌથી વધુ વકરી રહેલ વાઈરસ જન્ય રોગ ડેન્ગ્યુ અંગે બાળરોગના નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ)ના સોનેરી સુચનો :

ડેન્ગ્યુનુ ઉદ્ભવ સ્થાન

ડેન્ગ્યુ એ ફીમેલ એડિસ ઈજિપ્તિ મચ્છર કરડવાથી થાય છે. જે મોટાભાગે દીવસે જ કરડે છે. ડેન્ગ્યુના મચ્છરો જ્યાં પાણી ભરાઈ રહેતુ હોય તેવી જગ્યાઓએ, ખુલ્લી ગટરો કે જે સ્થળે ગંદકી હોય ત્યાં ઉદ્ભવે છે. ડેન્ગ્યુના તાવનુ પ્રમાણ ૫થી ૯ વર્ષના બાળકોમા વિશેષ જોવા મળે છે. મોટાભાગે બાળકોમા ડેન્ગ્યુનો તાવ તેની જાતે જ કાબુમા આવી જતો હોય છે. ડેન્ગ્યુના મચ્છરો માત્ર ૫૦ મીટર સુધી જ ઉડી શકે છે. માટે આપણુ આંગણુ તથા રહેણાંક વિસ્તાર સ્વચ્છ રાખી ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવથી બચી શકાય છે.

ડેન્ગ્યુના લક્ષણો

ડેન્ગ્યુનો તાવ સામાન્ય, હેમરેજીક અને શોક એમ ત્રણ પ્રકારનો હોય છે. આ ત્રણેયના લક્ષણો જુદા જુદા જોવા મળે છે.

૧. સામાન્ય તાવ

-૧૦૨થી ૧૦૬ ડીગ્રી જેટલો તાવ.
-માથાનો દુ:ખાવો.
-સાંધા અને સ્નાયુઓનો દુ:ખાવો.
-શરીર પર ઝીણા લાલ ચકામા થઈ જવા.

૨. હેમરેજીક તાવ

-ચામડીમા લોહીના ચકામા પડવા.
-ઝાડા ઉલ્ટીમા લોહી પડવુ.
-મોંમાંથી લોહી પડવુ.
-ફેફસા કે પેટમા પાણી ભરાઈ જવુ.
-પ્લેટલેટ્સની સંખ્યા ખુબ ઘટી જવી.
– પેશાબ ઓછો થઈ જવો.

૩. શોક તાવ

– ધબકારા વધી જવા.
– હાથ પગ ઠંડા પડી જવા.
– બ્લડ પ્રેશર ઘટી જવુ.

ડેન્ગ્યુની સારવાર

–  બાળકના લક્ષણો પરથી તેની સારવાર હાથ ધરવામા આવે છે. તાવ માટે સાદી પેરાસિટામોલ સિરપ અથવા ગોળી આપવામા આવે છે. તેમજ તાવ ઘટાડવા માટે આખા શરીરે ઠંડા પાણીના પોતા મુકવા.

– બાળકને પ્રવાહી વિપુલ પ્રમાણમા આપવુ. પાણી, તાજા જ્યુસ, લીંબુ શરબત, નાળીયેર પાણી વગરે.

– દીવસમા બે વખત પપૈયાના પાનનો રસ આપવાથી પ્લેટલેટ્સની સંખ્યામા વધારો થઈ શકે છે. જે અંગે સંશોધન થઈ રહ્યુ છે.

– ઉલ્ટી વધુ પ્રમાણમા થતી હોય તો ઉલ્ટીની દવા આપવી.

તાત્કાલીક સારવારની જરૂર ક્યારે?

– બાળકને તાવ સાથે ખેંચ આવે.
– ઝાડા ઉલ્ટીમા લોહી પડે.
– સતત ઉલ્ટી થાય.
– શરીર ઠંડુ પડી જાય.
– શ્વાસ લેવા મા તકલીફ પડે.

ઉપરોક્ત સંજોગોમા તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો.

ડેન્ગ્યુથી કઈ રીતે બચી શકાય?

– ઘર તેમજ આસપાસના વિસ્તારોમા જંતુ નાશક દવાઓનો છંટકાવ કરવો.

-મચ્છરોના ઉત્પતિસ્થાનનો નાશ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.

-બાળકોને સ્વચ્છ કપડાં, મોજા વગેરે પહેરાવવા તેમજ શરીરના ખુલ્લા ભાગોમા મોસ્કીટો રીપ્લેમેન્ટ ક્રીમ લગાવવી.

-મચ્છરદાનીનો ઉપયોગ કરવો. નારંગી અથવા લેમન યુકેલીપ્ટ્સનુ તેલ લગાવવુ.

સ્વચ્છતા, સાવચેતી અને સમયસર સારવાર દ્વારા ડેન્ગ્યુને નાથી શકાય છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274