બિનવારસી મળી આવેલી રોકડ રકમ મૂળ માલિકને શોધી પરત કરી

- text


મોરબી : હાલના સમયમાં રસ્તે જતા મળી આવેલી કોઈ પણ વસ્તુ કે રોકડ રકમ વ્યક્તિ પોતાની સમજીને ગુપચુપ રાખી લ્યે છે અને પરત કરવાનું સૌજન્ય દાખવતા નથી ત્યારે રવાપર ગામે આનાથી એક વિપરીત બનાવ સામે આવ્યો છે કે જેમાં રસ્તે મળી આવેલી રોકડ રકમ મૂળ માલિકને શોધીને પરત કરવામાં આવી હતી.

મૂળ રવાપરના અને હાલ મોરબી રહેતા મનસુખભાઈ અમૃતભાઈ પૈજાના પુત્ર જયદીપભાઈ પૈજાને બે દિવસ પહેલા રવાપર ગામના સતનામ પાનની દુકાન નજીકથી રૂપિયા 5000 જેવી રકમ મળેલ. જે સૌ પ્રથમ તો આજુબાજુ બધાયને પૂછ્યું પરંતુ કોઈને એ રકમના મૂળ માલિક ન મળ્યા. આથી તેઓએ દુકાનના માલિકને પોતાના મોબાઈલ નંબર આપીને મૂળ મલિક મળી આવે તો પોતાને જાણ કરવાનું જણાવીને ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ બાદ જેમની રકમ ગુમ થઈ હતી એ મૂળ મલિક પાનની દુકાને આવી ચડતા પાનની દુકાનના માલિકે જયદીપભાઈને ફોન કરતા તેઓ તુરંત દુકાને આવી રોકડ રકમના મૂળ મલિક મગનભાઈ પટેલ (ગામ કેરાળા)ને, પરત કર્યા હતા. આ ઉમદા કાર્ય સમાજને પ્રેરણા પૂરું પાડે છે કે માણસાઈ હજી મરી પરવારી નથી. ત્યાં ઉપસ્થિત લોકોએ પણ આ અભિગમને બિરદાવ્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text