મોરબીના ચકમપર ગામની વિચિત્ર ઘટના : લીમડાના થડમાંથી સતત નીકળતું સફેદ પ્રવાહી, જુઓ વિડિઓ

ઘટનાથી સમગ્ર ગામ અચંબામાં : પ્રવાહી સ્વાદે મધ જેવું મીઠું

મોરબી : મોરબીના ચકમપર ગામે વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક લીમડાના થડમાંથી વિચિત્ર સફેદ રંગનું પ્રવાહી ગઈકાલથી સતત નીકળી રહ્યું છે. આ પ્રવાહી સ્વાદમાં મધ જેવું મીઠું છે. આ ઘટનાથી સમગ્ર ગ્રામજનો અચંબામાં મુકાઈ ગયા છે.

મોરબીના ચકમપર ગામે આવેલી સમાજવાડીના પાછળના ભાગે એક લીમડાના થડમાંથી ગઈકાલે બપોરથી સફેદ પ્રવાહી અવિરત પણે નીકળી રહ્યું છે. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા સમસ્ત ગામ ઘટનાને જોવા માટે ઉમટી પડ્યું હતું. બાદમાં બધાએ આ પ્રવાહી ચાખ્યું પણ હતું. જે સ્વાદમાં મધ જેવું મીઠું હતું.

ઘટના અંગે ગામના અશ્વિનભાઈ કાલરીયાએ જણાવ્યું કે ગઈકાલે બપોરથી આ સફેદ પ્રવાહી નીકળી રહ્યું છે. ગ્રામજનોને નીચે ડોલ રાખી દીધી હતી. આ 20 લીટરની ડોલ પણ હાલ ભરાઈ ગઈ છે. આ ઘટનાથી ગામમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274