મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વ. નિરજ મકવાણાના સ્મરણાર્થૈ ત્રિવિધ સેવા પ્રકલ્પો યોજાયા

- text


મોરબી : અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાના સ્મરણાર્થૈ ત્રિવિધ સેવા પ્રકલ્પોનું મેઘપર (દેરાળા) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નિરજ સરોવરનું ખાત મુહૂર્ત, સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ તથા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને યોજાયેલા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં દાતા પરિવારના વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા અનિલભાઈ પરબતભાઈ મકવાણાના આર્થિક સહયોગથી 621 દર્દીઓને તપાસી તેમને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. જેમા IMA મોરબીના પ્રમુખ અને ભારત વિકાસ પરિષદ મોરબીના ઉપપ્રમુખ ડો. જયેશભાઈ પનારાના નેતૃત્વમાં વિવિધ તજજ્ઞ અને સેવાભાવી ડોક્ટરો ડો. મહેન્દ્ર ફેફર, ડો. ભાવેશભાઇ શેરશિયા, ડો. યશરાજસિંહ ઝાલા, ડો. નયનભાઈ પટેલ, ડો. અર્પણાબેન કૈલા, ડો. ચિરાગભાઈ આદ્રોજા, ડો. અલ્પેશભાઈ ફેફર, ડો. શૈલેષ પટેલ, ડો. દિલીપભાઈ ચૌહાણ, ડો. પ્રકાશભાઈ વિડજા, ડો. ઉત્સવભાઈ દવે તથા ડો. રવિરાજ મકવાણા સહિતના તબીબોએ સેવા આપી હતી. આ અનુસંધાને “નિરજ સરોવર” નું ખાત મુહૂર્ત વવાણિયા ધામના મહંત જગન્નાથજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ રક્તદાન કરી સ્વ. નિરજ મકવાણાને સ્નેહપૂર્ણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

- text

આ પ્રસંગે વવાણિયા ધામના મહંત જગન્નાથજી, ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, પ્રાથમિક શિક્ષક સંઘના દિનેશભાઈ હુંબલ, રાજુભાઈ મંઢ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ડોકટરોનું મોમેન્ટો અને પુસ્તક આપી ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તથા દાતા પરિવારનું શાલ અને પુસ્તકો આપી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, અશ્વિનભાઈ રાઠોડ, હરદેવભાઈ ડાંગર, રાવતભાઈ કાનગડ, ધ્રુમિલભાઈ આડેસરા, પરેશભાઈ મિયાત્રા, મનીષભાઈ કુંડારીયા, નિતીનભાઈ માંડવીયા, દિનેશભાઈ હુંબલ, રમેશભાઈ છૈયા તથા મેઘપર આહિર યુવા ગૃપ સરપંચ વિજયભાઇ મિયાત્રા, ખોડાભાઈ લાવડિયા, કાળુભાઈ હુંબલ, યુવા પ્રમુખ મેઘપર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text