સંકલ્પ નવરાત્રી મહોત્સવની બાળાનો દ્રઢ સંકલ્પ : મળેલી ગિફ્ટ ગરીબ ભૂલકાઓને કરી અર્પણ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપે આ નાની દીકરીની અન્યોને મદદરુપ થવાની ભાવનાને બિરદાવી

મોરબી : ખાસ કરીને નાના બાળકોને કોઈપણ રીતે ગીફ્ટરૂપે મળેલી વસ્તુઓ પ્રાણથી પ્યારી હોય છે. કોઈ બીજા બાળક એ વસ્તુ છીનવી લે તો રડીને કે કજિયા કરીને પરત મેળવે છે. પણ આપણે અહીં એક એવી 9 વર્ષની દીકરીની વાત કરવી છે. જેણે બીજા ગરીબ બાળકોનું ભલું વિચારીને પોતાને મળેલી ગિફ્ટનો એકઝાટકે ત્યાગ કરી દીધો હતો. જેમાં મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મળેલી ગ્રીફ્ટ એક બાળાએ ગરીબ ભૂલકાંઓને અર્પણ કરી દીધી હતી. મોરબીમાં રહેતા મહેતા દીપકભાઈ બળવંતભાઈની 9 વર્ષની પુત્રી જીયા ધો.4 માં અભ્યાસ કરે છે. જીયા અભ્યાસમાં તેજસ્વી હોવાની સાથે ઈતરપ્રવૃત્તિઓમાં પણ ખાસ રૂચિ ધરાવે છે. જીયાને પરિવાર તરફથી ઉમદા સંસ્કરો મળ્યા છે. જેના કારણે તે આવડી ઉંમરે પણ પ્રેરણાદાયી કાર્ય કરીને બીજાની ખુશીમાં આપણી ખુશી હોવાનું અનેરું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. મોરબીમાં સામાજિક ચેતનાથી દેશભાવના સદાય અંખડ રાખવાના સક્રિય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં જીયા 5 વર્ષથી રાસ ગરબે રમે છે. રાસ ગરબે રમવામાં પ્રથમ રહેતા તેને ઘણી ગિફટ મળી હતી.

- text

જો કે જીયા એવું માને છે કે, બીજાને આપણે ખુશી આપીએ અને એના ચહેરાની જે ખુશી હોય છે. એ જોઈને આપણે પરમ આનંદની અનુભૂતિ થાય છે.આ નાનકડી દીકરીને એવો વિચાર આવ્યો હતો કે મને તો બધું મળે છે. પણ ગરીબ બાળકોને આવી વસ્તુઓ કોણ લઈ આપે? એવું વિચારીને જીયાએ નાના ગરીબ ભૂલકાઓને જમાડી પોતાને દર વર્ષે મળેલી ગિફ્ટ અર્પણ કરી દીધી હતી. તેથી, આટલી નાની ઉંમરે પણ આ દીકરીને અન્યનોને મદદરૂપ થવાની ભાવનને યંગ ઇન્ડિયા ગ્રુપે બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text