ફિઝિકલ સ્ટેમ્પ બંધ કરવાથી થઇ રહેલી મુશ્કેલીઓ અંગે મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત

ટંકારા : ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ આર. જી. ભાગીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને ફિઝિકલ સ્ટેમ્પ બંધ કરવાથી થઇ રહેલી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં માત્ર એક જ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર સિવાય અન્ય ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર કાર્યરત નથી. તેમજ સરકાર તરફથી સી.એ., નોટરી, ખાનગી બેન્કોને પણ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર ખોલવા અંગે જાહેરાત કરવામાં આવી છે પરંતુ અન્ય ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર કાર્યરત નથી. આ ઉપરાંત, હાલમાં જે અરજીઓ પેન્ડિંગ પડેલી છે તે અંગે સરકારે કોઈ વિચારણા કરેલ નથી. તેમજ સ્ટેમ્પના ફોર્મ ભરવા માટે વચેટિયા કે બહાર બેસતા લોકો મનફાવે તેમ રૂ. 20થી 50 વસુલ કરે છે.

આ તમામ સમસ્યાનો નિકાલ આવે તે માટે યોગ્ય કરવા અંગે ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ આર. જી. ભાગીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા નાયબ કલેક્ટર, ટંકારા મામલતદાર, ટંકારા તાલુકા વિકાસ અધિકારી, રાજ્ય મહેસુલ મંત્રી તથા રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274