માળીયા રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણી માટે ઈન્ટરનેટના ધાંધિયા અંગે કલેક્ટરને રજૂઆત

માળીયા (મી.) : મોરબી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા માળીયા રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણી માટે ઈન્ટરનેટના ધાંધિયા થાય છે, તે અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે માળીયા મિયાણા ગામમાં રજિસ્ટ્રાર ઓફિસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં સમસ્યા આવતી હોવાથી લોકોને ધક્કા થાય છે તથા સમયનો વેડફાટ થાય છે. સમસ્યાના ઉકેલ રૂપે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. આ ઉપરાંત, અઠવાડિયામાં બે જ વખત નોંધણી થાય છે, તેમાં દિવસનો વધારો કરવો જોઈએ.

મોરબી વરિષ્ઠ નાગરિક મંડળના મંત્રી ડો. બી. કે. લહેરુ દ્વારા સમસ્યાના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે મોરબીમાં દસ્તાવેજ થાય તથા માળિયામાં મેન્યુઅલ નોંધણી થાય તેવી અપીલ મોરબી જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274