મોરબીના મયુરબાપાનો ‘ટ્રાફિક નિયમે તો ધંધે લગાડ્યા’ કોમેડી વીડિયો યૂટ્યૂબ ઉપર મચાવશે ધમાલ

જીતેશભાઈ પ્રજાપતિએ ‘RD ધમાલ’ કોમેડી ચેનલ ઉપર વિડીયોનું લોન્ચિંગ : રમેશ મહેતા ફેમ મયુરબાપા સહિતના કલાકારો લોકોને હંમેશા પેટ પકડીને હસાવશે

મોરબી :.જીતેશભાઈ પ્રજાપતિ નામના તરવરિયા યુવાને યુ ટ્યુબ ઉપર RD ધમાલ નામની કોમેડી ચેનલ શરૂ કરી છે. લોકોને મનોરંજન આપવાના આશયથી શરૂ કરાયેલી આ ચેનલમાં આજે સાંજે પ્રથમ કોમેડી વીડિયો ‘ટ્રાફિક નિયમે તો ધંધે લગાડ્યા’ લોન્ચ કરાયો છે. જેમાં મોરબીના રમેશ મહેતા ફેમ મયુરબાપા લોકોને પેટ પકડીને હસાવવાના છે.

લોકોને ભરપૂર મનોરંજન આપવાના ઉદ્દેશ સાથે RD ધમાલ નામની યુટ્યુબ ચેનલનો શુભારંભ કરાયો છે.આ ચેનલના માધ્યમથી તેઓ સતત લોકોને હાસ્ય પીરસવામાં આવનાર છે. આ ચેનલ ઉપર આજે સાંજે ટ્રાફિક નિયમે તો ધંધે લગાડ્યા કોમેડી વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ફૂલ કોમેડી છે. જે દર્શકોને ચેનલ સાથે જકડી રાખશે.

વીડિયોમા ડીઓપી, એડિટિંગ, ડાયરેકટીંગ અને પ્રોડ્યૂસિંગ જીતેશભાઈ પ્રજાપતિએ કર્યું છે. જ્યારે સ્ક્રિપ્ટ રાઇટીંગ આસ્તિક અને માહી તેમજ મેકઅપ જાગુબેન ગાંધી ગાંધીએ આપ્યો છે. કલાકારમાં રમેશ મહેતા ફેમ મયુરબાપા, ચંદ્રેશ લાલકીયા અને નાયરા પુજારા છે. વીડિયોમાં તમામ કલાકારોની એક્ટિંગ દાદ માંગી લે તેવી છે.

RD ધમાલ ચેનલ દ્વારા વીડિયો મારફતે સતત લોકોને હાસ્ય પૂરું પાડવામાં આવશે. તો આજે જ યુટ્યુબ ઉપર આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયો નિહાળીને તેને શેર કરો. સાથે ચેનલનું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહિ. જેથી ચેનલના દરેક નવા વીડિયોનું નોટિફિકેશન મળતું રહે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274