મોરબીનું હિર અમેરિકામાં ઝળકયુ : ક્રિષ્ના રૂપાલાએ ન્યુજર્શીમાં ભરત નાટ્યમની કલાથી સૌને મુગ્ધ કર્યા

- text


એડિસન ન્યુજર્શી ખાતે મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા ટ્રેડ શો એક્ઝિબિશનમા 300 જેટલા દેશોમાંથી આવેલા 50 હજારથી વધુ લોકો વચ્ચે પોતાની કલાના કામણ પાથરી ક્રિષ્નાબેને મોરબીનો ડંકો વગાડ્યો

મોરબી : વિશ્વની તમામ સંસ્ક્રુતિ કરતા ભારતિય સંસ્કૃતિ સૌથી વધુ ગરિમા સભર હોવાનું વર્ષો અગાઉ ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદે અમેરિકામાં સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું.ત્યારે તાજેતરમાં મોરબીના સીએ અને ભારતીય નાટ્યમ કળામાં નિપુણ એવા મોરબીના ક્રિષ્ના રૂપાલાએ અમેરિકા આવી જ રીતે ભારતીય સંસ્કૃતિની અમીટ છાપ છોડી હતી.તેમણે અમેરિકામાં ભારતીય નાટ્યમની કળા ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરીને અમેરિકાવાસીઓના મન મોહી લઈને મોરબીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનોખું ગૌરવ અપાવ્યું છે.

તાજેતરમાં એડિસન ન્યુજર્શી અમેરિકા ખાતે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત આયોજિત મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા ટ્રેડ શો એક્ઝિબિશન યોજાયું હતું. 50 હજાર કરતા વધુ મુલાકાતીઓએ આ ટ્રેડ શો માં 300 જેટલાં દેશ વિદેશના એકઝીબિટર્સ દ્વારા રજુ ક્યારેલી વિવિધ પ્રોડક્ટના પ્રમોશનને નિહાળી હતી. તદ ઉપરાંત આ સાથે 250 જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ જુદા જુદા પ્રતિભાવંત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક, ક્લચરલ પ્રોગ્રામ રજૂ કરાયા હતા.જેમાં મોરબીના ક્રિષ્ના રમેશભાઈ રૂપાલા કે જે હાલ સી.એ.અને એલ. એલ.બી.ના અભ્યાસ સાથે ભરત નાટયમમાં વિશારદ કરી રહ્યા છે. જેઓએ એડિસન ન્યુજર્શી અમેરિકા ખાતે ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમા મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય સ્તરના વિશાળ ડીઝીટલ પ્લેટફોર્મ પરથી ભારત નાટયમની બે જાણીતી કૃતિઓ ભગવાન શ્રીકૃષ્ણનું વાત્સલ્ય પાદમ અને ભગવાન શ્રીરામના ભક્તિ પદમ રજૂ કરી વિશાળ સંખ્યામાં દેશ વિદેશ થી ઉપસ્થિત સ્ત્રોતાગણને મન્ત્ર મુગ્ધ કરી તાળીયોના ગડગડાટ સાથે અદભુત પ્રશંસા મેળવી હતી.આ તકે બૉલીવુડના નામાંકિત સ્ટાર સેફ અલીખાન સહિત જાવેવદ જાફરી, શિબાની કશ્યપ, સુપ્રતીય ભટ્ટાચારીય, લેમ્બર ગીની ફેમ ધ ડોબર્ન, પદ્મશ્રી સોમા ધોસ, આર. જે. કાર્તિક અને મીનાક્ષી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારોએ ભારે જમાવટ કરી હતી.

- text

બચપનથીજ કલા સાથે આગવો લગાવ ધરાવતા ક્રિષ્ના રૂપાલાએ ભરત નાટયમના કલા ગુરુ જીગ્નેશ શુરાણી તેમજ કેરળના જાણીતા કલાગુરુ શ્રી હેમંત લક્ષમણ પાસેથી ભરત નાટિયમ અને નટુ વાંગમની તાલીમ મેળવીને ભારતીય નાટ્યમ કળાને ખૂબ જ સુંદર ઢબથી રજૂ કરી હતી.

એડિસન ન્યુજર્શી અમેરિકા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદાન કરી મોરબી, ગુજરાત સહીત સમગ્ર દેશનું નામ રોશન કરનાર ક્રિષ્ના રૂપાલાએ જણાવ્યું હતું કે, પોતાની જેમ અન્ય નવોદિતો પણ રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કલાને રજુ કરી શકે તેમાટે પોતાના ઘરઆંગણે હરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ શરૂ કરીને નવોદિતોને ટ્રેનિંગ આપે છે.ઉલ્લેખની છે કે, મોરબીના ભૂતપૂર્વ પત્રકારત્વ અને ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલ શ્રીક્રિષ્ના ફોટોવાળા રમેશભાઈ રૂપાલાના ત્રણે સંતાનો ક્રિષ્ના, બંસી, વાસુએ મોરના ઈંડા ચિતરવા ના પડે તે રીતે પોતપોતાના શોખ અને અભી રુચિના વિષયમાં હાલ આગળ વધીને પિતાની કલાનો વારસો જાળવી રાખીને તેમને ગૌરવ અપાવ્યું છે. ક્રિષ્ના રૂપાલાની આ વિશેષ ઉપલબ્ધિ બદલ મોરબી ફોટો વિડિઓ એસોસિએશન પરિવાર , પ્રેસ મીડિયા પરિવાર, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, નર્મદા બાલ ઘર, શિશુ મંદિર પરિવાર તેમજ વિવિધ સમાજના અગ્રણીયો સામાજિક, શિક્ષણિક સંસ્થાઓ લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સહીત બહોળા મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

- text