જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં મોરબીના વકીલ કાજલ ચંડીભમરની નિમણૂક

વકીલ કાજલ ચંડીભમર સાથે શિક્ષક અનિલ મહેતાની પણ નિમણૂક કરાઈ : જયારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં ચારની નિમણૂક કરતી સરકાર

મોરબી : રાજ્ય સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે વિવિધ જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં મોરબીના વકીલ કાજલ ચંડીભમરની નિમણૂક થઈ છે.

કુલ 6 જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં વકીલ કાજલબેન ચંડીભમર કે જેઓ વકીલાતની સાથો સાથ સામાજિક ક્ષેત્રે પણ જોડાયેલા છે. તેઓ યંગ ઇન્ડિયા ગ્રૂપના મહિલા વિંગના અગ્રણી તરીકે પણ સુપુરે ફરજ અદા કરી રહ્યા છે. તેઓની આ નિમણૂકને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. વધુમાં તેઓની સાથે સભ્ય તરીકે મોરબીના શિક્ષક અનિલભાઈ મહેતાની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં પણ મોરબી જિલ્લાના સભ્ય તરીકે રાજેશભાઇ બદરકિયા, સંજયભાઈ ભાગીયા, રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ ઇલાબેન કાવરની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ સભ્યો ઉપર હાલ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274