ફરાર હિતુભાના ઘરમાંથી 18 જીવતા કારતુસ મળ્યા : તેમના બન્ને ભાઈઓ સામે ગુનો નોંધાયો

- text


હિતુભાને પકડવા માટે પોલીસની વિવિધ ટિમો દ્વારા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીરને મારવા માટે ભાડુતી મારા મોક્લાવનારા હિતેન્દ્રસિંહ ઝાલાને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોરબીની કોર્ટમાં લવાતો હતો ત્યારે ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. તેને પકડવા માટે જુદીજુદી દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે, ત્યારે મોરબી એ.ડીવી. પોલીસ દ્વારા હિતુભાના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હિતુભા ઝાલા તો તેના ઘરેથી મળી આવ્યો ન હતો જો કે તેના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. આથી હિતુભાના બે સગા ભાઈઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે તજવીજ શરુ કરવામાં આવી છે.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં પકડાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને નાશી ગયો હતો. કાલીકા પ્લોટમાં રહેતા મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર ઉપર ભાડૂતી મારા મોકલાવીને હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં અમદાવાદ એટીએસ દ્વારા હિતેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં રહેલા આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને બે દિવસ પહેલા મોરબી લઈને અવાતો હતો ત્યારે ધ્રાંગધ્રા પાસે ઓનેસ્ટ હોટેલથી પોલીસ જાપ્તામાંથી હિતેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. આથી પી.એસ.આઈ., કોન્સ્ટેબલ, હિતુભા સહીત કુલ મળીને સાત શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જે કેસમાં હાલમાં પી.એસ.આઈ. સહિતના ચાર પોલીસ કર્મચારી અને જે ગાડીમાં હિતુભા ભાગી ગયો હતો તે ગાડીના ડ્રાઈવરની ગાડી સાથે ધરપકડ કરાઈ હતી. જો કે, હિતુભા હજુ પકડાયો નથી જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

- text

ત્યારે મોરબી નજીકના શકત શનાળા ગામે હિતુભા ઝાલાના ઘરે મોરબી એ.ડીવી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે ધ્રાંગધ્રા ઓનેસ્ટ હોટલેથી પોલીસ જાપ્તામાંથી નાશી ગયેલ હિતુભા તો ઘરમાંથી મળી આવ્યો ન હતો પણ તેના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી કરીને હિતુભાના બે ભાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સુરેન્દ્રસિંહ ઝાલા ઉપર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ ચાલુ કરેલ છે. આ બનાવમાં પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયા હિતુભાના બન્ને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસિંહ સામે ફરિયાદી બન્યા છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text