મોરબીમા એરપોર્ટનું કામ આગળ ધપાવવા ભાજપ પ્રમુખની સાંસદ અને કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મોરબી એરપોર્ટના કામ બાબતે ઝડપથી કાર્યવાહી કરવા જીલ્લા કલેક્ટર તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાને રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે મોરબી તાલુકાનાં રાજપર ગામ ખાતે મોરબીનું એરપોર્ટ બનાવવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી. રાજપર ખાતે એરપોર્ટ બનવા જોઈતી અંદાજીત ૯૦ એકર જમીન પણ ઉપલબ્ધ છે અને સરકાર દ્વારા આ એરપોર્ટ માટેની પ્રથમ ગ્રાન્ટ રૂ।.૪૦,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ કરોડ પૂરા વર્ષ ૨૦૧૭ માં ફાળવી આપેલ હોય પરંતુ હજી સુધી એરપોર્ટના કામ બાબતે કોઈપણ કાર્યવાહી થયેલ ન હોય તેની યોગ્ય તપાસ કરી ઝડપથી કાર્યવાહી કરવાની માંગ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274