અપના હાથ જગન્નાથ : મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર વેપારીઓએ કરી સઘન સફાઈ

- text


ઘૂળની ઊડતી ડમરીઓથી ત્રસ્ત વેપરીઓએ રાત્રે એકઠા થઇ ધૂળની સફાઈ કરીને આખો વિસ્તાર ચોખ્ખો ચણાક કરી નાખ્યો

મોરબી : મોરબીના તખ્તસિંહજી રોડ ઉબડ ખાબડ હોવાને કારણે દિવસભર ધૂળની ડમરીઓ ઊડતી હતી. આથી, અહીંના વેપારીઓ ત્રસ્ત બની ગયા હતા. જેથી, તમામ વેપારીઓએ ભેગા મળીને ગતરાત્રે તખ્તસિંહજી રોડ ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી અને પાલિકાના અમુક સફાઈ કર્મીઓ તથા ટ્રેકટર સહિતના સાધનોની મદદથી આ રોડ પર 5 ટ્રેકટર ભરાઈ તેટલા કચરાનો નિકાલ કર્યો હતો. મોરબીના કોર્મિશયલ વિસ્તાર ગણાતા તખ્તસિંહજી રોડ અગાઉ પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદના વિરામ બાદ ઉબડ ખાબડ બનેલા તખ્તસિંહજી રોડ ઉપર સતત ધૂળની ડમરી ઊડતી હતી. જેના કારણે આ રોડ ઉપર બન્ને બાજુએ આવેલ મોટાભાગની કાપડની દુકાનો ધૂળ ઘુસી જવાથી વેપારીઓ ભારે પરેશાન થયા હતા. જો કે દિવાળી નજીક આવતી હોય ત્યારે વેપારીઓએ આ રોડ ઉપર સ્વંયભૂ સફાઈ કરવાનું નક્કી કર્યું હતું.

ગારમેન્ટ એસો.ના પ્રમુખ જમનાદાસ ગ્વાલાણી સહિતના 100 થી વધુ વેપારીઓએ ગતરાત્રે તખ્તસિંહજી રોડ ઉપર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ભાજપ અગ્રણી તથા વેપારી દેવાભાઈ અવાડિયા સહિતના તખ્તસિંહજી રોડ ઉપર દુકાનો ધરાવતા 100 થી વધુ વેપારીઓ ગતરાત્રે દુકાનો બંધ કરીને પોતાની શેરીમાં સઘન રીતે સફાઈ કરી હતી અને ઘૂળ સહિતના કચરાનો જાતે જ નિકાલ કર્યો હતો.આ સફાઈ અભિયાનમાં પાલિકાના અમુક સફાઈ કર્મીઓ અને ટ્રેકટરનો સહયોગ મળ્યો હતો. તખ્તસિંહજી રોડ ઉપર સતત ઊડતી ધૂળની ડમરીઓથી પરેશાન વેપરીઓએ દિવાળી પહેલા જ સફાઈ અભિયાન હાથ ધરી 5 ટ્રેકટર ભરાઈ તેટલા કચરાનો નિકાલ કરીને ઊડતી ધૂળની રજકણમાંથી મુક્તિ મેળવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text