માળીયા (મી) : ચોરીના આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ

- text


માળીયા (મી.) : માળીયા મિયાણા પોલીસ ખાતા દ્વારા ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડીને ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓ નવઘણ લાકડીયા (ઉ. વ. 25) રહે.ચરવાડા પાવર પાસે, દિવશી ગોવારિયા (ઉ. વ. 25) રહે. મોરબી, દેવકરણ લાકડીયા (ઉ. વ. 22) રહે. મોરબીની ચોરીના ગુના બદલ ધરપકડ કરી હતી.

આરોપીઓએ ફરિયાદીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 3500 સેરવી લઇ ચોરી કરી નાસી ગયેલ જે આરોપીઓન માળીયા-હળવદ રોડ ઉપર રાપર ગામના પાટિયા પાસેથી રીક્ષા નં. GJ-36-U-5522 કિં. રૂ. 75000 તથા ચોરી કરેલ રોકડ રૂ. 3500 આરોપીઓ પાસેથી કબ્જે કરી તેઓની અટક કરી માળીયા મિયાણા પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text