લાંચ કેસમાં મોરબી જિ. પં.ના પ્રમુખ કિશોર ચીખલીયાના આગોતરા શરતી જામીન મંજુર

- text


કોર્ટે વાંકાનેર સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીના આગોતરા જામીનની અરજી ફગાવી

મોરબી : લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આગોતરા શરતી જામીન કોર્ટે મંજુર કરી આપ્યા છે. જ્યારે વાંકાનેરના લાંચ કેસમાં સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીના આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જ્યારે કારોબારી સમિતિના ચેરમેન હતા ત્યારે તેઓએ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ જમીનને બિનખેતી કરવા માટે એક અરજદાર પાસે રૂ.3 લાખની લાંચ માંગી હતી.જે તે સમયે અરજદારે ફરિયાદ કરતા એસીબીની દોઢ વર્ષની તપાસના અંતે તાજેતરમાં પ્રમુખ વિરુદ્ધ લાંચ માગ્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હજુ સુધી પ્રમુખ ફરાર હોય તેઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેના પગલે કોર્ટે આજે 10 હજારના બોન્ડ ઉપર આગોતરા શરતી જામીન મંજુર કર્યા છે.

- text

બીજી બાજુ વાંકાનેરમાં જમીન મકાનના લે વેચનું કામ કરતા અરજદાર પાસેથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા અને રાજકોટ રામકૃષ્ણ નગરમાં રહેતા કર્મચારી સંજયભાઈ કાંતિભાઈ મહેતાએ દસ્તાવેજ બનાવવા માટે જમીન મકાનના ધંધાર્થી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે રકઝકના અંતે રૂ.10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું.અને તે જ વખતે અરજદારે સબ રજિસ્ટ્રારને રૂ.5 હજારની લાંચની રકમ આપી દીધી હતી. બાદમાં બાકીની રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. તેઓએ પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ તેઓની અરજી કોર્ટે ફગાવી દીધી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text