સીરામીક વેપારીની કારમાંથી બે ગઠિયાઓ 98 હજારની રોકડ તફડાવી ગયા

મોરબી : મોરબીમાં સામાકાંઠે આવેલી એક પંચરની દુકાને સીરામીક વેપારી કારનું પંચર કરાવતા હતા ત્યારે બે ગઠિયા કારમાં પડેલા થેલામાથી રોકડા રૂપિયા 98000 ચોરી ગયાની ભોગ બનનાર વેપારીએ બી. ડિવિઝન પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગરમાં રહેતા અને લાલપર ગામ પાસે કશ્યપ સીરામીક ટાઇલ્સનો શો રૂમ ધરાવતા વેપારી ચેતન ત્રિભોવનભાઈ પટેલ તારીખ 8 ઓક્ટોબરના રોજ વાંકાનેર હાઈવે પર ત્રાજપર ચોકડી નજીક આવેલી દેવી ટાયર નામની પંચરની દુકાને તેની કાર નં. GJ 06 BL8251માં પંચર કરાવતા હતા ત્યારે 2 અજાણ્યા શખ્સો કારનો આગળનો દરવાજો ખોલી કારમાં પડેલ થેલામા રહેલી રોકડ રૂપિયા 98000ની ચોરી કરી નાસી ગયાની ભોગ બનનાર સીરામીક વેપારીએ મોરબી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ બનાવની તપાસ પી.એસ.આઈ. બી.યુ.સોઢા ચલાવી રહ્યા છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274