નાના ખિજડીયાના ગ્રામજનોએ ગામને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના આશયથી ગઈકાલે તા. ૧૩-૧૦ને રવિવારથી સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થયો હતો. જે સ્વચ્છતા અભિયાન અંગે ગામના સરપંચ ફિરોઝભાઈ એ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન શરુ કર્યા બાદ તે નિરંતર ચાલુ રહશે અને સમયાન્તરે સફાઈ અભિયાન ચલાવી ગામના સ્વચ્છ અને હરિયાળું બનાવવા ગ્રામજનોએ નેમ લીધી છે. સાથે ‘બિનજરૃરી કચરાનો નાશ કરો’, ‘ઈકોફેનલી આઈટમનો ઉપયોગ કરો’, ‘કચરો કચરા પેટીમા નાખો’ જેવા સૂત્રો માત્ર બેનરમાં લખવા પૂરતા નહી પણ હકીકતમા અનુસરવા માટે હાકલ કરી હતી. આ તકે પાટીદાર અગ્રણી અરવિંદ બારૈયા, હૈદરાબાદવાળા જીતુભાઈ ગૌધાણી પિન્ટુ બારૈયા, લલિત દેત્રોજા, અલ્પેશ બારૈયા, વિશાલ બારૈયા સહિત ગામના ખેડૂતો, ઉધોગપતિઓ, રાજકીય અગ્રણીઓ, સરપંચ સહિતના લોકો જોડાયા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text