મોરબી : રાજપૂત સમાજ દ્વારા જાજરમાન શરદોત્સવ યોજાયો

- text


મોરબી : દિવાળીના દિવસોના આગમનની છડી પોકારતા, મોરબીના દરબાર ગઢ ખાતે રાજપૂત સમાજ દ્વારા શરદપુનમની શીતળ ચાંદની રાત્રે શરદોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ કેટેગરીમાં ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દરવર્ષની માફક આ વર્ષે પણ મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા શરદ પુનમની રાત્રિએ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની પરંપરા ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી. રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સુંદર પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

- text

આ તકે શરદોત્સવના મુખ્ય સ્પોન્સર જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજા તેમજ દેવ સોલ્ટ પરિવારના પ્રતિનિધિ અજીતભાઈ કોટેચા, અગ્રણી જયોતીસિંહ જાડેજા, જીતુભા જાડેજા (વકીલ) સહિતના આગેવાનો અને હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, માજી મહામંત્રી મહાવીરસિંહ (વિરપરડા), મહાવીરસિંહ (ચાંદલી), કે.ડી.જાડેજા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text