મોરબી જિલ્લાના બે પીઆઇ અને છ પીએસઆઈની બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા જિલ્લાના છ પીએસઆઈની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.વી. ઝાલાની માળિયા પોલીસ સ્ટેશન,મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી. જાડેજાની વાંકાનેર તાલુકા પોલીસ મથક, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.બી. બગડાની ટંકારા પોલીસ મથક, વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.ડી. પરમારની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એ. શુક્લની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે માળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.ડી. ઝાલાને લીવ રિઝર્વમા મુકવામાં આવ્યા છે.

મોરબીના બે પીઆઈની પણ બદલીઓ કરવામાં આવી છે જેમાં મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ આઈ.એમ.કોંઢિયાને સીપીઆઈ મોરબી અને લિવ ઓન રિઝર્વ માં રહેલા પીઆઈ પી બી ગઢવીને સીટી બી ડીવીઝન પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે.