મોરબીના રોટરી રીડર્સ કલબમાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યા

મોરબી : મોરબીમાં કુદરતના સાંનિધ્યમા આવેલ શ્રી અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રોટરી રીડર્સ કલબનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

દર મહિનાના બીજા રવિવારે આ આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબીના વાંચન અને સાહિત્ય પ્રેમી મિત્રો પુસ્તકો વાંચવા આવેલ હતા. ભાવિ રાવલ સાહેબ તેમજ મોરબીના લેખક પુરષોત્તમ ભાઈ કાલરીયા સાહેબ મોરબી રોટરી રીડર્સ કલબને તેમના પુસ્તકો સપ્રેમ ભેટ કર્યા હતાં. આ વખતના મોરબી રોટરી રીડર્સ કલબના રોટેરીયન મિત્રો હરીશભાઈ શેઠ, ભરતભાઈ કાનાબાર, હોઝેફા લાકડાવાલા, રાજવીરસિંહ સરવૈયા, રશેષભાઈ મહેતા, પુજાબેન મહેતા, રશિદાબેન લાક્ડાવાલા, બંસીબેન શેઠ તેમજ મોરબી રોટરી કલબના સેક્રેટરી અબ્બાસભાઈ લાક્ડાવાલા તેમજ મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતાં.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274