ટંકારામાં રાજબાઈ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરાઈ

- text


ટંકારા : શરદપુનમની રાત્રીએ ટંકારા રાજબાઈ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ગરબીમા ટંકારાના મુસ્લિમ યુવક અપુએ નવે નવ દિવસ સંચાલકની જવાબદારી નિભાવી હતી, જેનાથી હિન્દુ મુસ્લિમ એકતાનુ ઉતમ ઉદાહરણ પૂરું પડાયું હતું. શરદ પુનમે મોટી સંખ્યામાં દાતાઓ આગેવાનો ટંકારા મહિલા ફોજદાર એલ.બી.બગડા, સરપંચ નિશાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિકતા વચ્ચે પણ જેને પ્રાચીન અને માંના રૂપના ગુણગાન ગાઈ પસંદ કરવાનું કામ ચાલુ રાખ્યું છે તેવી દરબારગઢની જૂની રાજભાઈ ગરબી મંડળની 60 જેટલી બાળાઓને શરદપૂનમની રઢિયાળી રાતે ચાચર ચોકમાં ગરબી રમી હતી અને ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટંકારા આશર ભાટીયા પરિવાર “રાજબાઈ ગરબી મંડળ”નું સંચાલન કરે છે સાથે મુસ્લિમ સમાજના કાસમાણી અપુ નવલા નોરતામાં ગરબાના સુર અને સંગીતના સંચાલનની જવાબદારી બખૂબી નિભાવે છે, જે ધાર્મિક લાગણી વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે.

- text

આ તકે ટંકારા પોલીસની કામગીરીને બિરદાવવા, પુર સમયે, સાતમ-આઠમ, મોહરમ અને નવલા નોરતામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુંદર રીતે જાળવવા બદલ મહિલા સરપંચ નિશાબેન ત્રિવેદીએ અને સંચાલક મંડળે આખા ગામ વતી પિ.એસ.આઈ એલ.બી બગડાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text