હળવદના માથક ગામે બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ

 

કચેરીએ વીજ બિલ ન ભર્યું હોવાથી પીજીવીસીએલે વીજ કનેક્શન કાપી નાખતા ગ્રાહકોને હાલાકી

હળવદ : હળવદના માથક ગામે બીએસએનએલ દ્વારા વીજ બિલ ભરવામાં ન આવતા પીજીવીસીએલ દ્વારા કચેરીનું વીજ કનેક્શન કટ કરી નાખવામાં આવ્યું છે. જેના કારણે બીએસએનએલનું નેટવર્ક ખોરવાતા ગ્રાહકોને હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.

માથક ગામના જનકભાઈ બી. સોલંકી અને ખેગારભાઈ એલ. ડોડીયાના જણાવ્યા મુજબ ગામમા છેલ્લા 10 દિવસથી બીએસએનએલનું નેટવર્ક નથી. આ અંગે બીએસએનએલની કચેરીનો સંપર્ક સાધતા ત્યાથી એવું કહેવામાં આવ્યું કે વીજ બિલ ન ભરવાના કારણે પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેના કારણે બીએસએનએલનું નેટવર્ક બંધ થઈ ગયું છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે બીએસએનએલના પોતાના પ્રશ્નના કારણે હજારો ગ્રાહકોના મોબાઈલ અને ટેલિફોન બંધ થઈ ગયા છે. ત્યારે આ મામલે ઓથોરિટીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.