બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવાના વિરોધમાં મોરબી કલેકટરને આવેદન અપાશે

ગુજરાત સરકારના આવા વલણના વિરોધમાં કાલે સોમવારે પરિક્ષાર્થીઓ કલેકટરને આવેદન આપશે

મોરબી : બીન સચિવાલય કલાર્કની પરીક્ષા એકાએક રદ કરવામાં આવી છે. જેથી આ પરીક્ષા આપનાર ઉમેદવારોને છેલ્લી ઘડીએ સરકારે પરીક્ષા રદ થયાનું જાહેર કરતા પરિક્ષાર્થીઓને ભારે અન્યાય થયો હોવાનો સુર ઉઠ્યો છે.ત્યારે સરકારના આવા મનસ્વી વલણના વિરોધમાં મોરબીના પરિક્ષાર્થીઓ આવતીકાલે સ્પર્ધાત્મક પરીક્ષાર્થી હિત રક્ષક સમિતિની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવશે તેવું જાણવા મળ્યું છે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જે એકાએક રદ કરવામાં આવી છે.જેને કારણે રાત દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનોને ભારે અન્યાય થયો હોવાનો સુર ઉઠ્યો છે. આવો અન્યાય ગુજરાત સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતો હોઈ છેલ્લા ઘણા સમય થી એક પણ ભરતી પરીક્ષા સરખી રીતે લેવાઈ નથી અને યુવાનોના ભવિષ્ય સાથે વારંવાર ચેડાં કરવામાં આવે છે .તેથી સરકારના આવા વલણના વિરોધમાં આવતીકાલે સોમવારે તા.14 ના રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી યુવાનો અને ઉમેદવારો જોડાઈને સામાકાંઠે સોઓરડી રોડ પર આવેલ જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈને કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે.તેથી સરકારના અન્યાયકારી વલણના વિરોધમાં યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવા કુલદીપસિંહ જાડેજા પ્રમુખ સ્પર્ધાત્મક પરીક્ષાર્થી હિત રક્ષક સમિતિએ અનુરોધ કર્યો છે.