મોરબી : ગરીબોને નાસ્તો કરાવી દિકરીનો જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી: મોરબી ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. જેમાં આજે મોરબી પરેશભાઇ મેરજાની દિકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબીના રવાપર રોડ પર સાંનીધ્ય પાર્ક (બોનીપાર્ક) માં રહેતા પરેશભાઇ રણછોડભાઇ મેરજાની દિકરી હેમાંશી મેરજા જે ધોરણ-૫માં અભ્યાસ કરે છે. અને આજે ૧૦ વર્ષે પુર્ણ કરી ૧૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. જેથી હેંમાશીબેન મેરજાના જન્મદિવસ નિમિત્તે તેમના પિતા પરેશભાઇ મેરજા તથા સહપરિવાર સાથે મોરબીના નવલખી ફાટક અને લીલાપર રોડ પર આવેલ ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને ફ્રુટ તથા નાસ્તો વિતરણ કરી જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં ઉજવી આનંદ અનુભવ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, પરેશભાઇ મેરજા દ્વારા હરહમેંશ જન્મદિવસ નિમિત્તે વિશેષ નવતર પહેલ કરી સેવાકાર્ય સાથે માનવધર્મ નિભાવી પહેલ કરવામાં આવે છે. આ અગાઉ પણ તેમના પુત્ર દિપ મેરજાના જન્મદિવસ નિમિત્તે વારંવાર રસ્તા પર ખાડાના કારણે અકસ્માત સર્જાતા હોવાથી ખાડા જાતે બુરી નવતર પહેલ કરવામાં આવી હતી.

- text