મોરબી જીલ્લાના વતની ડીવાયએસપી કે. ટી. કામરીયાએ દારૂનું ગોડાઉન પકડ્યું

- text


દારૂ બદીને નાબૂદ કરવાની મૂળ મોરબી જિલ્લાના વતની ડીવાયએસપીની પ્રસંશનીય કામગીરી

ટંકારા : અમદાવાદ જીલ્લાના પોલિસ વડા એસ.પી. આર.વી. અસારી સાહેબ અને મૂળ મોરબી જિલ્લાના વતની જાંબાજ ડીવાયએસપી કે.ટી. કામરીયાની ટીમે વિદેશી દારૂની ૧૨૦૦ બોટલો ચાંગોદરમાંથી કબ્જે કરી હતી. રાજ્યના પોલિસ વડા ડીજીપી શિવાનંદ ઝાની ઝુંબેશના ભાગરૂપે ચાંગોદરમાંથી ગોડાઉનમાંથી ૧૨૦૦ બોટલ દારૂ સાથે મુખ્ય સૂત્રધાર એવા રાજસ્થાનના બે આરોપીને ઝડપી લીધા હતો.તા. ૧૧ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતેં ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય રહ્યાના આપેલા વિવાદાસ્પદ નિવેદન અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોના પ્રતિ નિવેદન તથા શંકરસિંહ વાઘેલાના ચોંકાવનારા નિવેદનને પગલે-પગલે ગુજરાતની પેટાચૂંટણીઓ તથા તહેવારોને ધ્યાને લઈ રાજ્યના અનુભવી પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાતભરમાં દારૂના અડ્ડાઓ-ગોડાઉનો પર તૂટી પડવાના આદેશના આજે બીજા દિવસે પણ રાજ્યભરની પોલીસ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી રહી છે. તેવા સમયે અમદાવાદ જિલ્લા પોલીસ વડા આર.વી. અસારી તથા ડીવાયએસપી કે.ટી. કામરીયાની ટીમ દ્વારા બે ડગલા આગળ વધી સાણંદ પંથકના ચાંગોદર ગામે વિદેશી દારૂનુ આખુ ગોડાઉન પકડી ૧૨૦૦થી વધુ બોટલો કબ્જે કરતા ખળભળાટ મચી ગયો છે. ઉકત બાબતે ડીવાયએસપી કે.ટી. કામરીયા અે અમારી મોરબી અપડેટના રિપોર્ટર રમેશ ઠાકોર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે.. ફતેવાડી કેનાલ પાસે આવેલ ગોડાઉનમાં ચોક્કસ શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા જથ્થામાં રાખી રીપેકીંગ કરી રહ્યાના અહેવાલો સંદર્ભે પી.આઈ. જે.ડી. દેવડા તથા સ્ટાફને સાથે રાખી રેડ કરવામાં આવેલ. પ્રાથમિક તબક્કે જ ૬ લાખનો દારૂ મળી આવ્યો છે.

- text

દારૂ સંદર્ભે મનોહરસિંહ રાઠોડ (રાજસ્થાન), ગૌતમસિંહ રાઠોડ (રાજસ્થાન)ને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા કાર્યવાહી શરૂ થઈ છે. ઉકત કાર્યવાહીમાં હેડ કોન્સ. છગનભાઈ, ગણેશભાઈ, મહીપતસિંહ, મયુરદાન, સરદારસિંહ, પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, પોલીસમેન રણછોડભાઈ, શૈલેષભાઈ અને જીતેન્દ્રભાઈ વિગેરે ટીમ કાર્યવાહીમાં સામેલ થઈ હતી. જેમની સૂચનાથી દારૂ અંગેની આ સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ થઈ છે. તેવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા કહે છે કે ગુજરાતમાં દારૂ પ્રવેશતો અને વેંચાતો રોકવા અમારી મુખ્ય પ્રાથમિકતા છે. એક અંદાજ મુજબ ગયા વર્ષે દારૂના દરોડાઓ વખતે દર એક મીનીટે દારૂની એક બોટલ કબ્જે થયાનો અનુભવી પોલીસ અધિકારીઓ દ્વારા અંદાજ કાઢવામાં આવ્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text