માટેલ રોડ પર ગટરમાંથી દોરડું બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી : હત્યાની શંકા

મહિલાનો મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો : વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સીરામીક ફેક્ટરીની સામે આવેલી ગટરમાંથી દોરડું બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી છે. આ મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં અને લાશ પર ઇજાના ચિહનો હોવાથી તેણીની હત્યા કરીને લાશ અહીં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકા ઉદભવી છે. હાલ આ મૃતક મહિલાનો મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સનપાર્ક સીરામીક કારખાનાની સામે આવેલ ગટરમાંથી આજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોએ તાકીદે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પીએસઆઇ બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ દોડી જઈને તપાસ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આ મૃતક મહિલાના મૃતદેહને દોરડા વડે બાંધેલી હાલતમાં અને અર્ધનગ્ન હાલતમાં ગટરમાંથી મળી આવ્યો છે. તેમજ લાશ ઉપર ઇજાના ચિહનો હોવાથી હત્યાની પ્રબળ શંકા ઉદભવી છે. આ મૃતક મહિલા લીલાબાઈ લોધા ઉ.વ. આશરે 50 હોવાથી ઓળખ મળી છે. જો કે આ બનાવની પોલીસની સઘન તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ બનાવનો ચોક્કસ કારણ જાણવા મળશે. ત્યારે હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274